ચાલતી પટ્ટી

"મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે.MY NEPHEW RIYA RAWAL IN CRIME PETROL AND SAVDHAN INDIA SERIAL ON SONY TV AT SUNDAY 10 PM TO 11 PM "

2 Jul 2024

"બારેય મેઘ... ખાંગા થયા" જાણો એટલે શું ?

 


આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે... *"બારેય મેઘ... ખાંગા થયા"...!* 

પણ કોઈને ખબર નથી... *"બાર મેઘ"* શું છે.?


ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે.....

૧. ફરફર

૨. છાંટા

૩. ફોરા

૪. કરા

૫. પછેડીવા 

૬. નેવાધાર

૭. મોલ મેહ

૮. અનરાધાર

૯. મુશળધાર

૧૦. ઢેફાભાંગ

૧૧. પાણ મેહ 

૧૨. હેલી


*૧. ફરફર:*

જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ


*૨. છાંટા :*

ફરફર થી થોડો વધારે વરસાદ 


*૩. ફોરા :*

છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ 


*૪. કરા :*

ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ 


*૫. પછેડીવા :*

પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ 


*૬. નેવાધાર :*

છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ 


*૭. મોલમેહ :*

મોલ - પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ 


*૮. અનરાધાર :*

એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ 


*૯. મુશળધાર :*

અનરાધાર થી વધુ હોય એવો વરસાદ

મુશળ - સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે 


*૧૦. ઢેફાં :*

વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ


*૧૧. પાણ મેહ :* 

ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ 


*૧૨. હેલી :*

અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.

ચોમાસુ ચાલે છે ને  એટલે યાદ રાખવું જરૂરી.