ચાલતી પટ્ટી

"મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે.MY NEPHEW RIYA RAWAL IN CRIME PETROL AND SAVDHAN INDIA SERIAL ON SONY TV AT SUNDAY 10 PM TO 11 PM "

22 Oct 2017

motivational story for human being

રાત્રી ના બે વાગ્યા હતા..એક શ્રીમંત માણસ ને નીંદર નહોતી આવતી..પડખા ફરી..ફરી ને થાક્યો..ચા પીધી સીગારેટ પીધી..
અગાશી મા ચક્કર મારી..પણ ક્યાંય ચેન ન પડે...આખરે થાકી ને એ માણસ નીચે આવ્યો,

પાર્કીંગ મા થી કાર બહાર કાઢી અને શહેર ની સડકો પર ફરવા નીકળી ગયો...ફરતા ફરતા એને એક મંદિર દેખાયું મનમા થયું ચાલ થોડી વાર આ મંદિર મા જાવ..ભગવાન પાસે બેસું..પ્રાર્થના કરુ...મને થોડી શાંતિ મળે..
એ માણસ મંદિર મા ગયો..જોયું તો ત્યાં એક બીજો માણસ ભગવાન ની મુર્તિ સામે બેઠો હતો,ઊદાસ ચહેરો... આંખો મા કરુણતા..એને જોઈ ને આ માણસ ને દયા આવી..પૂછ્યું"કેમ ભાઈ આટલી મોડી રાત્રે..?"
પેલા એ વાત કરી.."મારી પત્ની હોસ્પિટલ મા છે સવારે જો ઑપરેશન નહીં થાય તો એ મરી જશે...અને મારી પાસે ઓપરેશન ના પૈસા નથી"

આ શ્રીમંત માણસે ખીસ્સામા થી રુપીયા કાઢયા એ ગરીબ માણસ ને આપ્યા...અને પેલા ના ચહેરા પર ચમક આવી..
પછી આ શ્રીમંત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું..."હજું પણ ગમે ત્યારે જરૂર હોય તો આમા મારો નંબર છે મને ફોન કરજો...એડ્રેસ પણ છે..રુબરુ આવી ને મળજો...સંકોચ ન રાખશો."
પેલા ગરીબ માણસે કાર્ડ પાછુ આપ્યું...અને કહ્યું "મારી પાસે એડ્રેસ છે...આ એડ્રેસ ની જરૂર નથી ભાઈ"
અચંબો પામી ને શ્રીમંત માણસે કહ્યું.."કોનું એડ્રેસ છે..?"
પેલો ગરીબ માણસ મરક મરક હસતા બોલ્યો...

"જેણે રાત ના સાડાત્રણે તમને અહીં મોકલ્યા એમનું"

No comments:

Post a Comment