ચાલતી પટ્ટી

"મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે.MY NEPHEW RIYA RAWAL IN CRIME PETROL AND SAVDHAN INDIA SERIAL ON SONY TV AT SUNDAY 10 PM TO 11 PM "

22 Nov 2017

you think but in fact it differently in you life so give your attention in your life

શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી હતી.
બર્ફીલો પવન સૂસવાટા મારી રહ્યો હતો.
પશુ પંખીઓ પોતપોતાના સ્થાને લપાઈ ગયા હતા.
એવા વખતે એક પંખી ડાળે ડાળે ઉડી રહ્યું હતું.
અંતે તેને પણ કાતિલ ઠંડી લાગી ગઈ અને તે બેભાન થઈને
પડી ગયું.
..
..
..
એવામાં એક ગાય ત્યાંથી નીકળી.
બેહોશ પંખીને જોઈને તેણે પંખીની ઉપર છાણ કર્યું.
પંખી આખું છાણમાં દટાઈ ગયું.
પણ છાણની ગરમીથી થોડીવારે તેને હૂંફ વળી અને તે
ભાનમાં આવ્યું
અને તે ગીતો ગાવા લાગ્યું.
આ ગીત રસ્તે જતી એક બિલાડીએ સાંભળ્યું અને
તેણે છાણ ખસેડીને પંખીને બહાર કાઢ્યું અને તેને ખાઈ ગઈ.
..
..
..
બોધ…:
*જ્યારે વખત પ્રતિકુળ હોય, ત્યારે આડેધડ ન રખડો.*

 *જે તમારા પર ગંદકી નાખે તે તમારો શત્રુ જ હોય તેવું નથી.*

*જે તમને ગંદકીમાંથી બહાર આવવામાં મદદ કરે તે તમારો મિત્ર જ હોય તેવું પણ નથી. અને સૌથી મોટી વાત..*

 *જ્યારે તમે ગંદકીમાં ફસાયા હો (તમારો વખત ખરાબ હોય) ત્યારે મોઢું બંધ રાખો......!!*

No comments:

Post a Comment